ઇઝરાઇલ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઇ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે આથી નોકરી ધંધે ગયેલા ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે. આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઇ રહી છે કારણ કે આ ગામના અનેક લોકો નોકરી ધંધે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે

વલસાડ જિલ્લાના દરિયા કિનારે ઉમરગામના મરોલી ગામમાં મોટેભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે . ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે. રોજીરોટી માટે ગામના અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે. ગામના મોટાભાગના લોકો ખાડીના દેશોની સાથે ઈરાનમાં પણ ગયા છે

 25 થી વધુ લોકો ઈરાન સહીત અન્ય ખાડીના દેશોમાં ગયા છે

મરોલીના અનેક લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. 25 થી વધુ લોકો ઈરાન સહીત અન્ય ખાડીના દેશોમાં ગયા છે. તેમનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો.. આથી અહીં મરોલી ગામમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોટા ભાગના લોકો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા છે

વલસાડ જીલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. દરિયાઈ પટ્ટીના અનેક ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. સ્થાનિક માછીમારીની સાથે અહીંના માછીમારો માછીમારીના નોકરી ધંધે અન્ય દેશોમાં પણ જાય છે જેમાં સૌથી વધુ ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો જતા હોવાથી આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા અનેક ગામોમાં થઈ રહી છે. આ ગામોના અનેક પરિવારના મોભીઓ નોકરી ધંધે ખાડીના દેશો અને ઈરાનમાં ગયા છે. તો મોટા ભાગના લોકો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા છે.અને તેઓ નો સંપર્ક છેલ્લા 5 દિવસ થી તૂટતાં પરિવાર ચિંતત બન્યો છે.

સરકાર મદદ કરે તેવી માગ

આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે. અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


આ પણ વાંચો----     Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા

  • Follow us on: