દમણના ખારાવાડ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલી મસ્જિદ પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું. શિયા જાફરી મોમીન જમાતની આ મસ્જિદ પર તંત્રએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધી હતી.


જવાબદારોને નોટિસ આપી હતી

આ મસ્જિદ જમીનદોસ્ત કરવા માટે પ્રશાસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી પડી હતી. દમણ નગરપાલિકાની નવી ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ, આ જગ્યા પરથી સરકારી રોડ પસાર થતો હતો. આ બાબતને લઈ તંત્રએ અગાઉ જમાતના જવાબદારોને નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં બાંધકામ દૂર ન કરવામાં આવ્યું. સરકારી જમીનને ખાલી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો છતાં દબાણ દુર કરવામાં આવ્યું ન હતું. તંત્રએ વારંવાર સૂચનાઓ પણ આપી હતી.

પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી

જો કે જવાબદારીએ દબાણ ના દુર કરતાં આજે પ્રદેશના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાશું સિંહની આગેવાની હેઠળ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવી હતી. મસ્જિદના બાંધકામ પર બુલડોઝર ફેરવતાં, તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં જમાતના લોકોની હાજરીમાં આ કામગીરીને પૂર્ણ કરી હતી.


આ પણ વાંચો----     Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે


  • Follow us on: