આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ફ્રોડના ગુનાઓને ડામવા માટે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ખાસ ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે છેતરપિંડીથી મેળવેલા નાણાં વિવિધ બેંક ખાતાઓ દ્વારા સગેવગે કરવાનું કામ કરતો હતો.
ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કાર્યવાહી
સાયબર ગુનેગારો સામાન્ય રીતે લોકો સાથે છેતરપિંડી કરીને નાણાં સીધા પોતાના ખાતામાં મંગાવવાને બદલે અન્ય વ્યક્તિઓના ખાતાનો ઉપયોગ કરતા હોય છે, જેને ટેકનિકલ ભાષામાં 'મની મ્યુલ' કહેવામાં આવે છે. વલસાડ સાયબર ક્રાઇમે તપાસ દરમિયાન રૂ. 7.60 લાખની ફ્રોડ રકમ શોધી કાઢી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરી છે.










