વલસાડ જિલ્લાના ધરમપુરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો આજે બીજો દિવસ છે. આજે આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ દરમિયાન તેઓ હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ વરલી પેઈન્ટિંગ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
હર્ષ સંઘવીએ હળવાશની પળો માણી
વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ચાલી રહેલી સરકારની 12મી ચિંતન શિબિરના બીજા દિવસે પણ રાજ્યના વિકાસના રોડ મેપ પર ગહન મંથન ચાલુ રહ્યું હતું. જોકે, ગંભીર ચર્ચા-વિચારણા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હળવાશની પળો માણીને શિબિરના વાતાવરણમાં નવો રંગ પૂર્યો હતો.













