અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાત અને ભારતનું નામ વિશ્વફલક પર રોશન કરનાર હેનીલ પટેલનું વલસાડમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.. ધરમપુર ચોકડીથી કાર્યક્રમમાં ડીજેના તાલે ગરબા, ફૂલહારથી સન્માન અને ભવ્ય વિજય સરઘસ સાથે વલસાડવાસીઓએ હેનીલનું સ્વાગત કર્યું હતું.
વલસાડવાસીઓએ તેમનું ઐતિહાસિક સ્વાગત કર્યું
વલસાડના લાલનું ભવ્ય આગમન U-19 વર્લ્ડકપ સ્ટાર હેનીલ પટેલનું ડીજેના તાલે ગરબા અને વિજય સરઘસ સાથે સ્વાગત થયું રમતગમત ક્ષેત્રે વલસાડ જિલ્લાનું નામ રોશન કરનાર યુવા ક્રિકેટર હેનીલ પટેલ અંદર 19 વર્લ્ડ કપ રમ્યા બાદ પોતાના વતન પરત ફરતા વલસાડવાસીઓએ તેમનું ઐતિહાસિક સ્વાગત કર્યું હતું.













