દમણમાં એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી વિકરાળ છે કે, દમણ ફાયર વિભાગની 8 ટીમો ઘટના સ્થળે છે. આ આગ આસપાસની કંપનીમાં પ્રસરતાવાને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દમણ સાથે સાથે વાપી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

બાજુમાં આવેલી કંપની સુધી પ્રસરી આગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, દમણમાં આવેલી એસ.પેકેજિંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ આગ બાજુમાં આવેલી કંપની સુધી પ્રસરી છે. આગની ઘટનાની જાણ થતા દમણ ફાયર વિભાગની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી છે. હાલ આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


https://x.com/sandeshnews/status/2008104811531849910


આગ એટલી વિકરાળ છે કે, જોત જોતામાં બાજુની ટોટલ પેકેજિગ નામની કંપની પણ આગના લપેટામાં આવી ગઈ હતી. આગ વધુ વિકરાળ હોવાથી કાબુમાં લેવા મુશ્કેલી થઈ રહી છે. આ આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગના બનાવને લઇને સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ છે. સદ્દનસીબે આગ દુર્ઘટનામાં કોઈ કોઈ જાનહાની નોંધાઈ નથી.


આ પણ વાંચો - Daman News : પર્યટકોનું અપહરણ કરી લાખોની માંગણી ભારે પડી, જેલના સળિયા ગણતા પોલીસકર્મીઓને HCએ ન આપી રાહત