વાપીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આસપાસના 30થી વધુ ગોડાઉનો તેની ચપેટમાં આવી ગયા હતા.
ભંગારના ગોડાઉનોમાં અચાનક આગ
ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર વિભાગની 10 જેટલી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે.
