વલસાડમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ હાઈવે 48 ગોજારો બન્યો હોય તેમ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. આવામાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાપીના ગુંજન નજીક નેશનલ હાઇવે 48 પર એક ચાલતી આઈસર બ્રિજ નીચેથી કાર પર પડતા અકસ્માત સર્જાયો હતો.


ઘટનાની વિગત

ઘટનાની મળતી વિગતો અનુસાર, વાપીના ગુંજન પાસે નેશનલ હાઈવે નંબર 48 પરથી એક આઈસર પસાર થઈ રહી હતી. આ આઈસર બ્રિજ નીચેથી એક કાર પર પડી હતી. જે કારણે કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.


આ પણ વાંચો - Valsad : વાપીમાં ડુપ્લીકેટ નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ, 30 લાખ સામે આપતા 80 લાખની લાલચ


  • Follow us on: