રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ના ખાસ આદેશ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 30 વર્ષ સુધીના જૂના રીઢા ગુનેગારોને શોધી કાઢીને તેમના ડેટા અપડેટ કરવાની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને જિલ્લા મથક થરાદ ખાતે લાવવામાં આવ્યા હતા.
DGPના આદેશ બાદ 30 વર્ષ જૂના રીઢા ગુનેગારોની 'બોડી પેરેડ
પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે ગુનેગારોનો હાલનો ડેટાબેઝ તૈયાર કરવા માટે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ ૬૪ રીઢા આરોપીઓને એસપી કચેરી ખાતે એકસાથે બોલાવ્યા હતા. આ ગુનેગારો હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્સ (NDPS), તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે.










