બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધરણીધર ભગવાનના મંદિરમાં સેવા-પૂજાના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે ઢેમેચા પરિવાર દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત અને કાનૂની નોટિસ બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરની આરતી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.


ધરણીધર મંદિરમાં સેવા-પૂજાના અધિકારને લઈને વિવાદ 

ઢીમા ખાતે આવેલું ધરણીધર મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં સેવા-પૂજા કરવાના હક્ક બાબતે બે પક્ષો વચ્ચે મતભેદ સર્જાયા છે. ઢેમેચા પરિવારે દાવો કર્યો છે કે મંદિરમાં પૂજા કરવાનો તેમનો પરંપરાગત હક્ક છે. આ બાબતે તેમણે વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી અને કાનૂની નોટિસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પોલીસ છાવણીમાં ફેરવાયું મંદિર

કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ઢીમા ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રત્યક્ષ હાજરીમાં ઢેમેચા પરિવાર દ્વારા ભગવાન ધરણીધરની આરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  જૂનાગઢના ભવનાથમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું, અત્યાર સુધી 7 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

  • Follow us on: