વાવ થરાદમાં કેનાલમાંથી પાણી છોડાતા ખેડૂતોને પાકનું ધોવાણ થયું છે. રાછેણા માયનોર બે કેનાલમાં પાણી છોડતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તૂટેલી કેનાલમાં પાણી છોડાતા ઘઉંના પાકને નુકસાન થયું છે. તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલની જાળવણી અને સંભાળમાં તંત્રની ઢીલી નીતિ જોવા મળી છે. ચોમાસા બાદ રવિ સીઝનમાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
કેનાલમાંથી પાણી છોડાતા પાકનું ધોવાણ
વાવ થરાદ સરહદી વિસ્તારના રાછેણા માયનોર બે કેનાલમાં પાણી છોડતા ખેતરો ભરાઈ ગયા છે. તૂટેલી કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેલાન રીપેરીંગ કરવાની આળસમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાની દશા બેઠી છે. તંત્રની બેદરકારીના લીધે ખેડૂતનો ઘઉંનો પાક ધોવાઈ ગયો છે. કેનાલની જાળવણી અને સંભાળમાં તંત્રની ઢીલી નીતિ જોવી મળી છે.
ચોમાસા બાદ રવિ સીઝનમાં પણ ખેડૂતોને નુકસાની
આ વર્ષે ખેડૂતને ચોમાસામાં પાક નિષ્ફળ ગયો છે. શિયાળું સિઝન તંત્રના પાપે પાકનું ધોવાણ થતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો થયો છે. છેવાડે કેનાલોની સફાઈ કામમાં પણ વેઠ વાળવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોના ભરોસે કેનાલ અધિકારીઓને ઓફિસ છોડવી નથી. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.
આ પણ વાંચો: જૂના મકાનની દિવાલ ધરાશાયી, બાળકીને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઇ