બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા આજે એક નાટકીય વળાંક પર પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ અચાનક ચૂંટણી અધિકારી અને દિયોદર પ્રાંત અધિકારીનું બ્લડ પ્રેશર હાઈ થઈ જતાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી છે. પ્રાંત અધિકારીની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો
બીજી તરફ, આ સમગ્ર ઘટનાક્રમને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
