ઉત્તર ગુજરાતના પ્રવાસે આવેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોઠી તા. ૩૧ માર્ચે વાવ-ધરાઠ જિલ્લાના નાળી ગામ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વાવ થરાદ જિલ્લો તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા વાવ-થરાદને જિલ્લાનું સ્વરૂપ મળતા અહીંના લોકોમાં નવી ઓળખ અને વિકાસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અગાઉ સરકારી કામકાજ માટે લોકોને પાલનપુર સુધી જવું પડતું હતું. પરંતુ નવા જિલ્લાની રચનાથી સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સમગ્ર વિસ્તારમાં પ્રગતિનો નવો માર્ગ ખોલશે
વડાપ્રધાનના આગમનને લઈને નાણી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તજવીજ જોરશોરથી ચાલી રહી છે. ગામ લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પ્રધાનમંત્રીને આવકારવા આતુર છે. નવી રચાયેલ વાવ થરાદ જિલ્લાને વિકાસના નવા આયામ આપતા અંદાજે ૧૯.૮૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઉદઘાટન અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે. જે સમગ્ર વિસ્તારમાં પ્રગતિનો નવો માર્ગ ખોલશે.
જવાનો સુધીનો કાફલો ખડેપગે તૈનાત
વડાપ્રધાનના નાણી ખાતેના સૂચિત કાર્યક્રમને ધ્યાને રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ 'ધી.લેયર' સુરક્ષા ચક તૈયાર કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે રાજ્યના ટોચના અધિકારીઓથી લઈને જવાનો સુધીનો કાફલો ખડેપગે તૈનાત કરવામાં આવ્યો છે.સુરક્ષાની કમાન ૧ એડિશનલ ડીજી અને ૧ આઈજી કક્ષાના અધિકારી સંભાળશે.
સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે
તેમની સાથે ૯ એસપી, ૨૧ ડીવાયએસપી ૫૮ પીઆઈ અને ૧૬૭ પીએસઆઈ બંદોબસ્તનું સુપરવિઝન કરશે.અંદાજે ૨૫૦૦ પોલીસ જવાનો, ૩૦૦ હોમગાર્ડ, અને ૧૫૦ બોર્ડર વિંગના જવાનો તૈનાન ઓશે આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે ૧ એસઆરપી કંપની, ૨ ચેતક કમાન્ડો ટીમ, ૪ એનએસજી ટીમ અને ૫ કયુઆરટી ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે.
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો
સુરક્ષા વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે:આકાશમાંથી થતા કોઈ પણ સંભવિત ખતરાને રોકવા માટે હાઈ-ટેક એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે. ભીડે નિયંત્રણ અને દેખરેખ માટે પહરી વાહન વરૂણ વાન, વજ વાહન અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ MCOB ાન પણ કાર્યક્રમ સ્થળે તૈનાત કરવામાં આવી છે.મેદાન અને આસપાસના ખુલ્લા વિસ્તારોમાં નજર રાખવા માટે થોડેસવાર પોલીસની ટીમો પણ વિશેષ બંદોબસ્તમાં સામેલ છે.
આ પણ વાંચોઃ Ahmedabad શહેરમાં ફરજ બજાવતા 22 પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલી