બનાસકાંઠાના વાવ-થરાદ પંથકને જોડતા દિયોદર તાલુકાના સેસણ ગામે અંગત અદાવતની આગમાં બે યુવકોને નિશાન બનાવવામાં આવ્યા છે. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે 5 થી 6 વ્યક્તિઓના ટોળાએ બે યુવકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
દિયોદરમાં બે યુવક પર જીવલેણ હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, દિયોદરના સેસણ ગામ પાસે જ્યારે યુવકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે અગાઉથી ટાંપીને બેઠેલા હુમલાખોરોએ તેમને ઘેરી લીધા હતા. આ હુમલામાં લાલખાન બલોચ નામના યુવકને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં લાલખાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. અન્ય એક યુવકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
