વાવ-થરાદ વિસ્તારમાં મ્યુલ એકાઉન્ટ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેથળી ગામના 6 વ્યક્તિઓ વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

 ફ્રોડથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કર્યા

આ કેસમાં વાવ પોલીસ મથકના PI પોતે ફરિયાદી બન્યા છે. તપાસ દરમિયાન આશરે રૂ. 2,99,66,712ના સાયબર ફ્રોડ*નો મામલો સામે આવ્યો છે. આરોપીઓ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે લઈ ફ્રોડથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

અલગ-અલગ રાજ્યોમાં આરોપીઓએ આચર્યુ હતુ ફ્રોડ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ તમિલનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડ આચર્યા હતા. ભાડે લીધેલા બેંક ખાતાઓ પર વિવિધ રાજ્યોમાં 13થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે.

દેથળી ગામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી

આ સમગ્ર મામલો દેથળી ગામના દશરથ રાવલ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં કરાયેલી અરજી બાદ બહાર આવ્યો હતો. અરજીના આધારે તપાસ કરતા સમગ્ર સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે

પોલીસ તપાસ શરુ

હાલ વાવ પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----     Anand : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન