હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે, રાજ્યમાં દિત્વાહ વાવાઝોડાની અસર જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને 18 થી 24 ડિસેમ્બર વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે.
બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતમાં હાડ થીજાવતી ઠંડી પડશે અને જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.
વલસાડ, નવસારી, સુરતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 8 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને 5 થી 10 ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી છાંટા પડી શકે છે, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે, ઉત્તર ગુજરાતમાં પણ કોઈક કોઈક ભાગમાં છાંટા પડી શકે છે અને 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળી શકે છે.
રાજ્યમાં ઠંડીમાં વધઘટ રહી શકે છે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે, ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે.
પવનોની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, ૨૫ નવેમ્બર થી ૨૮ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે, ૨ થી ૮ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ
23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ 18 થી 25 નવેમ્બરમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે, બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમી વિક્ષેપ તારીખ 6 થી 9 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે, 22 ડિસેમ્બરથી દેશના ઉતર્યા પ્રદેશના ભાગોમાં ભારે વરસાદથી હિમ ચાદર થવાની શક્યતા રહેશે.
બીજા સપ્તા બાદ બંગારના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
તારીખ 4/થી 8 નવેમ્બરમાં ઉતર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે.
22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.
આ પણ વાંચો : વાંચો સવારના 8 થી 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર









