રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે, તો બીજી તરફ ઠંડીની વાત કરીએ તો સૌથી ઓછુ નલિયામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને કંડલા એરપોર્ટ પર 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું

ડીસામાં 13.6, વડોદરામાં 13.6 ડિગ્રી, ભુજમાં 14.1, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.2, અમદાવાદમાં 15.6 ડિગ્રી, સુરતમાં 16.6, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન, કંડલા પોર્ટમાં 15.2, વલ્લભ વિદ્યાનગરમાં 15.6 ડિગ્રી, સુરતમાં 16.6, દમણમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી

છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો યથાવત રહેવાના કારણે દિવસે ગરમી અને રાત્રે ધાર્યા પ્રમાણેની ઠંડકનો અનુભવ થઈ રહ્યો નથી. પરંતુ સતત ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં ઠંડીનો ફરી ચમકારો જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ શહેરનું મહત્તમ તાપમાન 31.02 ડિગ્રી સેલ્સિયસ હતું. જે 25 ડિસેમ્બરે વધીને 32.08 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

મહત્તમ તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે

શુક્રવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ હતું, જે ઘટીને 18.02 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. પરિણામે રાત્રિના સમયે 0.8 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટયું છે. ભેજ ઘટીને 39 ટકા નોંધાયો છે. ઉત્તરના પવનોને સાન હવામાન વિભાગ દ્વારા ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી તો કરી છે. પરંતુ તેની અસર ગુજરાતના શહેરમાં દેખાશે કે કેમ તે અંગે શંકા કુશંકા સેવવામાં આવી રહી છે. કારણ કે ભુતકાળમાં પણ આવી આગાહી કરવામાં આવ્યા બાદ પણ ધાર્યા પ્રમાણેની ઠંડીનો અનુભવ થતો ન હતો.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડી શકે છે



  • Follow us on: