અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3, વડોદરામાં 16.8 ડિગ્રી, ભુજમાં 13, કંડલામાં 12.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.5 ,રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13.7, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


શિયાળો જમાવટ કરશે

અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના

હવામાન વિભાગ અનુસાર 3 જાન્યુઆરી, 2026ના રોજ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના મનાલી, ડેલહાઉસી અને લાહૌલ ખીણમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનિતાલ અને અલ્મોડામાં પણ વરસાદની સંભાવના છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : 1500 કરોડના જમીન સ્કેમ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ


  • Follow us on: