પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હિટવેવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં 36.3 ડિગ્રી, ડીસામાં 35.3 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડીગ્રી, વડોદરામાં 36 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 36.9 ડિગ્રી, રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી 90 દિવસ હીટવેવ અને ગરમી રહેશે : IMD

IMDની આગાહી સામે આવી છે, જેમાં મેદાની પ્રદેશો, અંતરિયાળ વિસ્તારોમાં ગરમી પડશે અને 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે છે, માર્ચમાં વરસાદ પડશે અને દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે સાથે સાથે ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે, માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે અને આંધ્રપ્રદેશના જુદાજુદા વિસ્તારોમાં પણ હીટવેવ રહેશે.

વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ગુજરાતમાં જોવા મળ્યું

વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.

પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર

બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાઈ શકે છે. Jammu and Kashmir, Himachal Pradesh અને Uttarakhand માં આગામી દિવસોમાં હળવા થી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને ઠંડીમાં થોડો વધારો પણ અનુભવાઈ શકે છે.

કેટલાક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ

પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલીક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ હવામાનમાં થોડો બદલાવ જોવા મળી શકે છે, જોકે ભારે વરસાદની શક્યતા ઓછી છે. પશ્ચિમ અને મધ્ય ભારતની વાત કરીએ તો Rajasthan, Gujarat અને Madhya Pradesh ના ઘણા વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. કેટલીક જગ્યાઓ પર તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમી ધીમે-ધીમે વધવાની શક્યતા છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : મુન્દ્રામાં નશામાં ધુત પોલીસનો આતંક, સોસાયટીમાં દારૂ ભરેલી કારથી અકસ્માત સર્જયો