ગુજરાતના મહેસાણા (Mehsana) રેલ્વે સ્ટેશન (Railway Station) ખાતેથી એક માસૂમ બાળકના અપહરણ (Kidnapping) ની ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરમતી (Sabarmati) થી એક માતા પોતાના 2 બાળકો (2 Children) સાથે મહેસાણા રેલ્વે સ્ટેશન પર ઉતરી હતી. આ દરમિયાન 25 થી 30 વર્ષ (25 to 30 Years) ના એક અજાણ્યા યુવકે બાળકને રમાડીને માતાને વિશ્વાસમાં લીધી હોવાનું અને ત્યારબાદ નાસ્તો કરાવવાના બહાને બાળકને લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનામાં શંકાસ્પદ યુવક CCTV માં કેદ થયો છે.

નાસ્તો કરાવવાના બહાને બાળકને લઈ ગયાનો આક્ષેપ

મુસાફરી દરમિયાન અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો કેટલો જોખમી બની શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. માતાને વિશ્વાસમાં લીધા બાદ નાસ્તો કરાવવાના બહાને બાળકને લઈ જવાની ઘટના સામે આવતા રેલ્વે સ્ટેશન પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. બાળક ગુમ થતાં માતા અને પરિવારમાં ભારે ચિંતા અને આઘાતનો માહોલ સર્જાયો છે, જ્યારે રેલ્વે સ્ટેશનની સુરક્ષા અને મુસાફરોની સલામતીને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

4 થી 5 ટીમો બનાવી તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં મહેસાણા રેલવે પોલીસ (Mehsana Railway Police) સક્રિય બની છે અને બાળકને શોધવા તથા આરોપીને ઝડપી પાડવા માટે 4 થી 5 ટીમો (4 to 5 Teams) બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેલવે LCB (Local Crime Branch) ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. CCTV ફૂટેજ અને વિવિધ દિશાઓમાં તપાસ કરીને બાળકને હેમખેમ પરત લાવવા અને આરોપીને દબોચવા પોલીસ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dangમાં પાક નુકસાન મામલે ભૂખ હડતાળ, સામાજિક આગેવાન મહેશ આહીરેની ચોથા દિવસે તબિયત લથડી