ગુજરાતમાં ટ્યુશનિયા શિક્ષકો બિલાડીના ટોપની માફક વધી રહ્યાં છે. મહેસાણામાં ટ્યુશનિયા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ એકેડેમિકે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી ટ્યુશનિયા શિક્ષક સામે કાર્યવાહીની માગ કરી છે. શિક્ષણના વેપારીકરણ અને ખાનગી ટ્યુશન સામે રજૂઆત કરવામાં આવી છે.


ફેડરેશન ઓફ એકેડેમિકે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

મહેસાણામાં ફેડરેશન ઓફ એકેડેમિકે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. ફેડરેશને આક્ષેપ કર્યો હતો કે, શિક્ષકો વિદ્યાર્થીઓને દબાણપૂર્વક ટ્યુશનમાં જોડાવા દબાણ કરે છે. આ કૃત્ય ગુજરાત ટ્યુશન રેગ્યુલેશન એક્ટ 2002 અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનું ઉલ્લંઘન હોવાનો આક્ષેપ કરાયો છે.

ખાનગી શાળાના સંચાલકોને પણ આ મામલે જવાબદાર ઠેરવવાની માગ

ફેડરેશને આવેદનમાં ખાનગી શાળાના સંચાલકોને પણ આ મામલે જવાબદાર ઠેરવવાની માગ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી શિક્ષકો સામે કોઈ પગલાં લેવાયા નથી. ફેડરેશન ઓફ એકેડેમિકે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી ટ્યુશનિયા શિક્ષકો, શિક્ષણનું વેપારીકરણ કરનારા લોકો સામે કાર્યવાહી કરવા માગ કરી છે.


  • Follow us on: