મહેસાણામાં APN સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત થયા છે. બહુચરાજી હાઈવે સામેત્રા નજીક રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
APN સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત













