પવિત્ર નગરી વારાણસીથી શરૂ થયેલી 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગતની ભવ્ય બાઇક યાત્રા વડનગર ખાતે આવી પહોંચતાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડનગર પહોંચેલા બાઇકર્સે ઐતિહાસિક અને પવિત્ર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક શરૂ કરવામાં આવ્યો હતો. "હર હર મહાદેવ" અને "જય ભોલેનાથ"ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર અને વડનગર ધામ ગુંજી ઉઠ્યું હતું.

નાના ગામડાઓમાંથી એકત્રિત 10 મોટા કળશના પવિત્ર જળથી પૂરા કરાયો અભિષેક

આ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયેલા સેવા યાત્રીઓ પણ ભક્તિભાવપૂર્વક જળાભિષેકના કાર્યક્રમમાં જોડાયા હતા. આ જળાભિષેક માટે 10 જેટલા મોટા કળશમાં વિશેષ પવિત્ર જળ એકત્ર કરવામાં આવ્યું હતું. દેશના અનેક નાનામાં નાના ગામડાઓમાંથી એકત્રિત કરીને લાવવામાં આવેલા આ પવિત્ર જળથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરી દેશ અને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

https://x.com/sandeshnews/status/2107685976139292740?s=20

'યુવાનો નારાજ છે' તેવી વાતો ફગાવી મોટી સંખ્યામાં યુવા વર્ગ યાત્રામાં જોડાયો

વારાણસીથી વડનગર સુધીની આ સેવા સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. યાત્રા દરમિયાન યુવાનોમાં અદભુત ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો. યાત્રામાં જોડાયેલા યુવાનોએ 'યુવાનો સરકારથી નારાજ છે' તેવા દાવાઓ અને વાતોને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી અને કેન્દ્ર સરકારની નીતિઓ તેમજ વિકાસ કાર્યોથી યુવા વર્ગ ખૂબ જ ખુશ હોવાનો દાવો કર્યો હતો. વડનગરમાં યુવાનોએ સરકારના સંકલ્પ અભિયાનને સમર્થન આપી દેશસેવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad News: આજથી મહેસૂલ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ, અમદાવાદમાં 58 નાયબ મામલતદારોની બદલી