શારાફ એગ્રો કંપનીમાંથી ટેમ્પામાંથી ઝડપાયા ઘઉંના કટ્ટા અને સરકારી ઘઉંના 96 કટ્ટા પર પંજાબ સરકારનું લખાણ લખેલું હોવાની વાત સામે આવી છે, એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની કામગીરી સામે આવી છે, હિંમતનગરના દલાલ લાલભાઈએ ઘઉં મોકલ્યા હતા અને ગરીબોના અનાજને લઇ વધુ તપાસ હાથ ધરી છે.


અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજ ઝડપાયું

ભિલોડાની અસાલ જીઆઇડીસીમાંથી સરકારી અનાજ ઝડપાયું છે, ઘઉંના કટ્ટા ઝડપાઈ આવતા અનેક સવાલો ઉભા થયા છે, શારાફ એગ્રો કંપનીના ગોડાઉનમાંથી આ અનાજ ઝડપાયું હોવાની વાત સામે આવી છે, હિંમતનગરના આ દલાલે ઘઉંનો જથ્થો મોકલ્યો હોવાની વાત સામે આવી છે, પોલીસે અને પુરવઠા વિભાગે એ દિશામાં તપાસ હાથધરી છે કે, શું ખરેખર જેને આ ઘઉંના જથ્થો મળવાપાત્ર હતો તેને મળ્યો છે કે નહી તે દિશામાં તપાસ શરૂ છે, હિંમતનગરથી માલ મોકલનાર વ્યકિત ઝડપાશે પછી જ વધુ ખુલાસા થઈ શકે છે.

સાયલામાં પણ બારોબર સરકારી અનાજ વેચતો વેપારી 3 ઓકટોબરના રોજ ઝડપાયો હતો

સાયલામાં સરકારી અનાજ બારોબર વેચી નાખતો એક શખ્સ ઝડપાયો હતો અને સાયલા મામલતદારની ટીમે 40 હજારથી વધુનો સરકારી અનાજનો જથ્થો ઝડપી દુકાન સિઝ કરી હતી અને દુકાનદાર સામે કાર્યવાહી કરી હતી, સરકારી ચણાનું એક કટ્ટુ એક વ્યકિત લઈને ગયો હોવાની વાત સામે આવી હતી. અને કિલોના ભાવે આ ચણાનું કટ્ટુ વેચ્યું હોવાની વાત સામે આવી છે, મહત્વનું છે કે, ઘણી વાર ગુજરાતમાં આવા કૌંભાડનો પર્દાફાશ પુરવઠા વિભાગે કર્યો છે.

 

  • Follow us on: