અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના બની છે. અહીં એક યુવકને પ્રેમ લગ્ન કરવા બદલ તાલિબાની સજા આપવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં જૂતાનો હાર પહેરાવીને ઢસડીને માર માર્યો હતો. માર મારતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થયો છે. જેનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા













