ગુજરાતમાં આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કાર ડૉ. એ. કે. દાસ-ડાયરેક્ટરે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર અને દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યા છે. રાજ્યના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાળવામાં આવ્યું છે. 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. હાલમાં 2 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ રહેશે.
રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું
આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના દરિયા કાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. દરિયા કિનારે 40 થી 50 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, મોરબી, જામનગર અને કચ્છમાં ભારે વરસાદી યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 73 જળાશયો હાઈ એલર્ટ પર
ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના 73 જળાશયો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ સાથેજ 249 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદથી 4 સ્ટટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.