રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજું પણ ભારે વરસાદની આગાહી જોતાં પ્રશાસન સતર્ક થઇ ગયું છે.


વરસાદની આગાહીને લઈને NDRFની 12 ટીમો સજ્જ

રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને NDRFની 12 ટીમો સજ્જ કરાઇ છે . રાજ્યમાં વિવિધ સ્થળો પર NDRF ની 12 ટીમો ડિપ્લોઇડ કરાઇ છે. વડોદરા અને ગાંધીનગર ખાતે પણ NDRF ની ટીમો સ્ટેન્ડ બાય રખાઇ છે.

અલગ અલગ વિસ્તારમાં NDRF ની એક-એક ટીમો

ભારે વરસાદમાં તત્કાળ રાહત અને બચાવ કાર્યની મદદ મળી રહે તે માટે સુરત, વલસાડ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, પાટણ, કચ્છ અને રાજકોટ ખાતે NDRF ની એક-એક ટીમો તૈનાત કરી દેવાઇ છે

જૂનાગઢ જિલ્લામાં પણ NDRF ની 2 ટીમો

છેલ્લા બે દિવસથી ભારે વરસાદ જ્યાં વરસી રહ્યો છે તેવા જૂનાગઢ જિલ્લામાં પણ NDRF ની 2 ટીમો તૈનાત કરાઇ છે.

મઘ્ય ગુજરાત અને અમદાવાદ તથા ગાંધીનગર માં વરસાદ

બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આજ સાંજ સુધીમાં મઘ્ય ગુજરાત અને અમદાવાદ તથા ગાંધીનગર માં વરસાદ આવી શકે છે. તારીખ 30 ઑગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

મઘ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ

તેમણે આગાહી કરી છે કે મઘ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તથા નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતા છે જેના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર વધી શકે છે. ગણેશ ચતુર્થી અને પર્યુષણના દિવસોમાં વરસાદ મન મૂકી ને વરસવાની શક્યતા રહેશે

સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ

સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સમી, હારીજ, મહેસાણા તથા બનાસકાંઠા ના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે


  • Follow us on: