રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. એકસાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. આ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડમાં













