અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવાના બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. બીજી તરફ પોલીસ તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે વોટ્સપ ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે કે ચેટમાં તેણે કહ્યું છે કે મૃતક વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું એટલે મેં ચાકુ માર્યુ હતું.
તું કોન હૈ ક્યાં કર લેગા?
અમદાવાદમાં હત્યારા વિદ્યાર્થીની વોટસેપ ચેટ સામે આવી છે. જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ
બીજી તરફ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યા ની તપાસ કરી રહ્યા છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ નો લાભ ન મળે તેવા પ્રયાસ થશે
ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હત્યા અંગે તપાસ શરૂ કરી છે અને હત્યામાં બે સગીરોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે સીસીટીવી ફૂટેજ, હત્યામાં પુરાવાનો નાશ સહિતની અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાશે. તેમણે કહ્યું કે સગીર આરોપીની સામે આવેલી ચેટ અંગે પણ તપાસ કરવામાં આવશે. હત્યારા ને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ નો લાભ ન મળે તે માટે મેડિકલ તપાસ પણ કરવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું