અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં 10માં ધોરણના વિદ્યાર્થીની 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ નાની અમથી વાતમાં કરેલી હત્યાના પગલે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. વિદ્યાર્થીની હત્યાને લઇ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
શાળાની NOC રદ કરવા ભલામણ
શાળામાં હત્યાને લઇ DEO રોહિત ચૌધરીએ કહ્યું છે કે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ શાળા સામે પગલાં લેવાશે અને શાળાની કોઇ ચૂક હશે તો કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે શાળાની NOC રદ કરવા ભલામણ પણ કરીશુ.
Also Read
Ahmedabad : સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સરકારે આપ્યા તપાસના આદેશ, બાળકોના નાના ઝગડામાં વાત હત્યા સુધી પહોંચે તે ચિંતાનો વિષય
Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા બાદ વાલીઓમાં ફાટયો આક્રોશ, ટોળાએ શાળાના આચાર્ય પર કર્યો ટપલીદાવ
Ahmedabad Breaking News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરતા મોત
શાળાને કારણદર્શક નોટીસ
જો કે નવાઇની વાત એ છે કે આ ગંભીર બેદરકારી અંગે શાળા તરફથી ડીઇઓને કોઇ પણ પ્રકારની જાણ કરાઇ નથી. ડીઇઓએ મીડિયાને કહ્યું કે શાળાને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે અને સાથે બાળકની ગુનાહિત પ્રવૃતિને લઇ તપાસ કરાશે.
મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળશે જ
બીજી તરફ સેવન્થ ડે સ્કૂલ ખાતે વાલીઓના હોબાળા વચ્ચે ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ સ્કૂલે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં હજુ પણ વાલીઓ શાળા ખાતે હાજર છે ત્યારે અમૂલ ભટ્ટે કહ્યું કે મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળશે જ અને પોલીસે પહેલેથી જ પગલાં લીધા છે. લોકોનો રોષ સ્વાભાવિક છે. જે હશે તેને સંપૂર્ણ સજા આપવામાં આવશે. દીકરાની અંતિમક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરીએ અને સ્કૂલના આચાર્યએ લોકો સાથે વાત કરવી જોઇએ.
તેની હાલત બહું ખરાબ હતી છતાં તેને કોઇએ મદદ કરી ન હતી
બીજી તરફ સ્કૂલ પરિસરમાં એવી વાતો પણ ચર્ચાઇ રહી હતી કે આ હુમલો થયો ત્યારે સિક્યોરિટી ગાર્ડ પણ હતા પણ કોઇ વચ્ચે પડ્યું ન હતું. ઘાયલ સગીર લોહીલુહાણ હાલતમાં સ્કૂલની ઓફિસ સુધી આવ્યો હતો અને તેની હાલત બહું ખરાબ હતી છતાં તેને કોઇએ મદદ કરી ન હતી. હુમલાખોર વિદ્યાર્થી શાળાના યુનિફોર્મમાં પણ ના હવાનું અને હુમલો કરીને તુરત જ તે ભાગી ગયો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસ તમામમા નિવેદન લઇ રહી છે અને પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી મળી શકે છે










