દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, રાવલ પંથકમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદથી રોડ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન બન્યા છે, કોઝવે પર પાણી ફરી વળતા ગામના સંપર્ક તૂટ્યા છે, કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ કરાયો છે, વરસાદ વધુ થશે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે.


દ્વારકા પંથકમાં ભારે વરસાદ

દ્વારકા પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે સાથે સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે, ભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે અને ખેતરમાં જવાના રસ્તા પણ ધોવાઈ ગયા છે. દ્વારાકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ ખાબકયો છે જેના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે, દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, દ્વારકાના સ્થાનિકોનો આક્ષેપ છે કે, જયારે પણ ભારે માત્રામાં વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થાય છે, નગરપાલિકા દ્વારા સરખી પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સવારે 6 થી 8 સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે, મહીસાગરના ખાનપુરમાં 1 ઈંચ વરસાદ, મેઘરજમાં 0.87 ઈંચ, કડાણામાં 0.47 ઈંચ, તિલકવાડામાં 0.40 ઈંચ, ગણદેવીમાં 0.24 ઈંચ વરસાદ નોંધાયો છે.

ચોમાસું રાજ્યના વિવિધ ભાગોમાં સક્રિય

વરસાદના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ વર્ષે ચોમાસું રાજ્યના વિવિધ ભાગોમાં સક્રિય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જે કૃષિ માટે શુભ સંકેત છે. આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેતી અને પાણીની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને સ્થાનિક તંત્રએ સાવચેત રહેવાની જરૂર છે.  

  • Follow us on: