Dwarka News: ભાણવડના કિલેશ્વર મહાદેવ પાસે પાણીના તેજ પ્રવાહમાં એક દંપતી તણાયું
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગર વિસ્તારમાં કિલેશ્વર મહાદેવ મંદિર પાસે એક દંપતી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું હતું. જેને સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગની ટીમે બચાવી લીધું હતું. આ ઘટના મંદિરે દર્શન કરવા જતા સમયે બની હતી. આજે બપોર બાદ અચાનક ભારે વરસાદના કારણે કિલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રેવતી કુંડમાં પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો હતો. આ સમયે ત્રણ લોકો મંદિર તરફ જઈ રહ્યા હતા.













