દ્વારકાના દરિયામાં મહિલા ડ઼ૂબી જતા સ્થાનિક તરવૈયાએ બચાવી લીધી છે, દરિયામાં ભારે કરંટ હતો, મોજા ઉછળી રહ્યાં હતા તેની વચ્ચે મહિલા ન્હાવા પડી હતી અને તે ડૂબી ગઈ હતી, તો સ્થાનિક તરવૈયાઓ દ્વારા મહિલાને બચાવી લેવામાં આવી છે અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, આવી ઘટના વારંવાર બનતી હોય છે પરંતુ દરિયામાં ન્હાવાના શોખના કારણે કયારેક જીવ પણ જતો રહે છે.
દ્વારકાના દરિયામાં મહિલા ડૂબી પણ તેને બચાવી લેવામાં આવી
દ્વારકાના દરિયામાં મહિલા ન્હાવા પડી હતી અને અચાનક ભારે મોજા અને કરંટ આવતા તે ડૂબી ગઈ હતી, સ્થાનિક તરવૈયાઓને આ બાબતે જાણ થતા તેઓ દરિયામાં કૂદી પડયા હતા અને મહિલાને બચાવી હતી, મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી છે, હાલ મહિલાની તબિયત સુધારા પર છે, હાલ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, તો તંત્ર દ્વારા પણ કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.
દ્વારકાના દરિયામાંથી મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઇ
દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે અને એક મહિલા ડૂબી ગઈ હતી, દરિયા કિનારે પાણીમાં સ્નાન કરવાની મનાઇ છે તેવા બેનરો નગરપાલિકા દ્વારા લગાડવામાં આવ્યા છે અને માત્ર બેનર લગાવી નગરપાલિકાનું તંત્ર સંતોષ માની લે છે, સાગર રક્ષક કર્મીઓ કાયમી કયારે તૈનાત કરવામાં આવશે તેને લઈ સવાલો ઉભા થયા છે, દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ હાલ જોવા મળ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે, તો દરિયામાં આવી જોખમી રીતે ન્હાવું જોઈએ નહી નહિતર જીવ પણ જઈ શકે છે.