ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 63.35 ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 56.32 ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 52 ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.ચોમાસા દરમિયાન રાજ્યના 141 તાલુકામાં 251થી 500 મિમિ સુધી, 55 તાલુકામાં 501થી 1000 મિમિ તેમજ 18 તાલુકામાં 1000 મિમિથી વધુ એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પણ નવા નીર આવ્યાં છે. સરદાર સરોવરમાં 56.78 પાણીનો જથ્થો છે. રાજ્યના 207 જળાશયોમાં 59.03 ટકા પાણીનો જથ્થો છે.


ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ ભરાયો નથી

રાજ્યમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. ઝોન વાઈઝ ડેમની સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54.66, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.70, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 59.11, કચ્છના 20 ડેમમાં 56.24, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64.52 અને સરદાર સરોવર જળાશયમાં 56.78 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલોછલ ભરાયો નથી. મધ્ય ગુજરાતના બે, દક્ષિણ ગુજરાતમાં પાંચ, કચ્છમાં પાંચ, સૌરાષ્ટ્રમાં 16 ડેમ છલોછલ ભરાઈ ગયાં છે.

207 ડેમમાંથી 46 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા

રાજયના 207 ડેમમાંથી 46 ડેમમાં 90 ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે 18 ડેમમાં 80 ટકાથી વધુ જળસ્તર હોવાથી એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત 25 ડેમ એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 117 ડેમને કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: