હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.


માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેલ માર્કે લૉ પ્રેશર સક્રિય થવાથી આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી 48 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે, જુનાગઢ, રાજકોટ, અમરેલીમાં યલો એર્લટ જાહેર કરવામાં આવ્યું છે, ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ અપાયું છે. ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, વલસાડ, ભરૂચ, સુરત અને તાપીમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115 ટકા નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાયા છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

  • Follow us on: