ગુજરાતમાં 19મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 30થી 40 કિ.મી પ્રતિ કલાક રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમા હળવા વરસાદની શક્યતાઓ છે.


આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. નવરાત્રિમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 37 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

આગામી બે દિવસમાં ચોમાસાની થશે વિદાય

19 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થઈ શકે છે. ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 108.21 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચ્યૂરી પૂરી કરી છે. ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.18, સૌરાષ્ટ્રમાં 93.89 અને દક્ષિણ ગુજરાતમાં 11.64. ટકા વરસાદ ખાબક્યો છે.


  • Follow us on: