હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગાજવીજ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ના ખેડવાને લઈ કોઈ સૂચના આપવામાં આવી નથી, તો ચોમાસુ હશે અંતિમ દિવસો તરફ આગળ છે.
જાણો આજે ગુજરાતમાં કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, વલસાડ, દમણ, નવસારી, તાપી ,ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 15 થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 15 થી 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
16 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થઈ શકે છે
16 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થઈ શકે છે, ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 107 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચ્યૂરી પૂરી કરી છે. ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.10, સૌરાષ્ટ્રમાં 93.36 અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ ખાબક્યો છે.