રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં ‘ડીપ ડિપ્રેશન' સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોધાયો છે, તો આગામી સમયમાં પણ હજી વરસાદ ખાબકી શકે છે.
આજે રાજ્યના તમામ ઝોનમાં વરસાદ ખાબક્યો
આજે રાજ્યના તમામ ઝોનમાં વરસાદ ખાબક્યો છે. ક્યાંક ઓછો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડોદરાના કરજણમાં માવઠું થયું છે. કરજણના વેમારડી, ધાવટ, કંડારી અને બામણગામમાં વરસાદ ખાબક્યો હતો. આ વિસ્તારમાં કપાસના પાકને માવઠાને કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે શિનોરમાં પણ અવાખલ, અચીસરા, સેગવા અને આસપાસના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો. શહેરના રસ્તાઓ પરણ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થયો હતો. સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદ થતાં ખેતરોમાં ઉભો પાક પલળી ગયો હતો.













