રાજ્યમાં નવરાત્રિ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિ.મી પ્રતિ કલાક રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, રાજ્યમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ સહિત અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિ.મી પ્રતિ કલાક રહેશે. 28 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.













