ગુજરાત રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ સક્રિય થયો છે . આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.34 ઇંચ જેટલો નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે.
સાંજે 6 વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં મેઘમહેર
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં ડોલવણમાં સૌથી વધુ 6.34 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરામાં 4.25,વાલોડમાં 3.94, ઉમરપાડમાં 3.19, નડિયાદમાં 3, ઉમરેઠમાં 3, માંડવીમાં 2.87, ઉમરગામમાં 2.48, આણંદમાં 2.28, બારડોલીમાં 2.28,મહુવામાં 2, ચિખલીમાં 1.85 અને ગણદેવીમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. ડોલવણ બાદ પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, અને સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, ખેડાના નડિયાદ અને આણંદના ઉમરેઠમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને રાહત મળી છે.સુરતના માંડવીમાં 2.87 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.48 ઇંચ, આણંદમાં 2.28 ઇંચ,સુરતના બારડોલીમાં 2.28 ઇંચ, સુરત મહુવામાં 2 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.85 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 1.77 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.