ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ ડાયરેક્ટર દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 18 જુલાઈથી 22 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આજે ઉ.ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.


18 જુલાઈથી 22 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ 

રાજ્યમાં 255.7 મીમીની સામે 388.6 મીમી વરસાદ પડ્યો છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થશે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યના 26 ડેમો 100 ટકા ભરાઇ ચૂક્યા છે.

રાજ્યના 26 ડેમો 100 ટકા ભરાઇ ચૂક્યા

છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેને કારણે ગરમીના તાપમાનમાં પણ મહંદ અંશે વધારો નોંધાવા પામ્યો છે. પરંતુ આ પહેલાં વરસાદે અનેક જિલ્લાઓને ઘમરોળ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં 68,786 ક્યુસેક પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલવામા આવ્યા હતા. હાલ નર્મદા ડેમની જળ સપાટી 121.40 મીટરે પહોંચી છે. ડેમની સપાટી વધતા આકાશી નજારો સામે આવ્યો છે.


  • Follow us on: