ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજયમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકવાની સંભાવનાઓ છે. છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ,દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં આજે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે.

સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 70.11 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંઘાયો છે. મધ્ય ગુજરાતમાં 67.46, ઉત્તર ગુજરાતમાં 66.89, કચ્છમાં 65.46 અને સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 72.13 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.36, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.08, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.94, કચ્છના 20 ડેમમાં 54.52 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે સરદાર સરોવર ડેમમાં 74.94 ટકા પાણી છે.


  • Follow us on: