રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી શું કહે છે

આગામી છ દિવસમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 16 થી 18 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ, જ્યારે 17 અને 18 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને 18 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય ભારતમાં પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ઓડિશા અને તેની આસપાસના ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે હળવું દબાણ ક્ષેત્ર બનેલું છે, જે વરસાદને વેગ આપી રહ્યું છે.

ઉત્તર-પશ્ચિમ ભારત ભારે વરસાદની આગાહી

દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી સાત દિવસ પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 16 થી 19 ઓગસ્ટ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો, આગામી સાત દિવસમાં કર્ણાટક અને તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારતમાં પણ આગામી સાત દિવસ અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ અને 16 થી 21 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

  • Follow us on: