ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્ય તરફ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના 207 ડેમમાં 62.87 ટકા પાણીનો જથ્થો
ભારે વરસાદને કારણે ગુજરાતના 207 ડેમમાં 62.87 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 60.31, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 69.21, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 61.51, કચ્છના 20 ડેમમાં 55.69 અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 65.95 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર યોજનામાં 62.46 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં હાલમાં 49 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 19 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.