અરવલ્લીમાં ભારે વરસાદથી નદીઓ વહેતી થઇ છે. ભિલોડાની મેશ્વો નદી પ્રથમ વખત વહેતી થઇ છે. ભિલોડા-મોડાસાના ગામોને એલર્ટ કરાયા છે. નદીકાંઠાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે, મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.
મેશ્વો નદીમાં ઘોડાપુર આવ્યું













