રાજ્યમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે. રહેણાંક વિસ્તાર અને બજારોમાં પાણી ભરાયા છે. બનાસકાંઠામાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. કાંકરેજના સુદ્રોસણ ગામે પશુ ચરાવતી વખતે યુવક પર વીજળી પડતા મોત થયું છે. આ ઘટનાની મામલતદાર તેમજ તલાટીને જાણ કરવામાં આવી હતી. હાલ મૃતદેહને થરાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પાટણમાં વીજળી પડતા યુવકનું મોત













