બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી છે. ડીસા તાલુકામાં 4 ઈંચ વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે. કંસારી ગામે ભારે વરસાદથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાંથી ગામમાં જવાના રસ્તા બંધ થયા છે. ખેતરો અને રસ્તા પર પાણી ભરાતા પરિવારો મુશ્કેલીમાં છે.


વડગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ

બનાસકાંઠાના વડગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના પગલે ફ્તેહગઢ, બાલાસર તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફલો થતા પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. ખેતરોમાં કેડસમાં પાણી ભરાતા હાલાકી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં પાક પર તળાવનું પાણી ફરી વળ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘ મહેર

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે આજે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


  • Follow us on: