હવે મેઘરાજા કચ્છ જિલ્લા તરફ વળ્યા છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ઘણા ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે. સતત અનરાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.


રાપરમાં જળબંબાકારની સ્થિતિ

કચ્છના રાપરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને કીડીયાનગર છોટાપર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર બંધ કરાયો છે.

20 વિદ્યાર્થીઓનું પોલીસે રેસ્ક્યુ કર્યુ

કચ્છના રાપરમાં હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે. રબારી સમાજની હોસ્ટેલમાં ફસાયેલા 20 વિદ્યાર્થીઓનું પોલીસે રેસ્ક્યુ કર્યુ હતું અને તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા.

કચ્છના રાપરમાં સૌથી વધુ 407 મિલીમીટર વરસાદ

કચ્છ કલેક્ટરે જણાવ્યું હતું કે કચ્છના રાપરમાં સૌથી વધુ 407 મિલીમીટર વરસાદ ખાબક્યો છે અને તેના કારણે રાપર તાલુકાના 6 રસ્તા બંધ થઇ ગયા છે તો નવ ડેમ છલકાઇને ઓવરફ્લો થઇ ગયા છે. 10 જેટલા એસટી રુટ પણ બંધ કરી દેવાયા છે.

રાપર શહેર વિખુટુ પડી ગયું

રાપર શહેરમાં 17 ઈંચ થી વધુ વરસાદ થતાં રાપર શહેર વિખુટુ પડી ગયું હતું.રાપર શહેર ને જોડતા રાપર ભીમાસર આડેસર માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરી દેવાયો છે..રાપર બાલાસર ધોરાવીરા માર્ગ પર પુલીયુ તુટી જતા બંધ કરાયો છે તોરાપર રામવાવ ભચાઉ રાપર નજીક ફલકુ નદી વહેતી થતાં આ માર્ગ બંધ એક માત્ર રાપર ચિત્રોડ સામખિયાળી માર્ગ ચાલુ રહ્યો હતો પરંતુ આ માર્ગ પર આઇટીઆઇ પાસે કોઝવે મા પાણી વધારે પ્રમાણમાં આવી ગયું હતું એટલે આ માર્ગ પર ધુળ માટી દુર કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર પોલીસે તાત્કાલિક જેસીબી મશીન દ્વારા કોઝવે ની સાફ-સફાઈ કરી માર્ગ પુર્વરત કરાવ્યો હતો રાપર ના આંઢવાળા તળાવ પાસે કોઝવે પાસે નગાસર પાસે ફલકુ નદી પાસે સહીત ના વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

ભચાઉમાં પણ ભારે વરસાદ પડ્યો

કચ્છના ભચાઉમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે અને સોસાયટીઓ જળમગ્ન થઇ ગઇ છે અને ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સમગ્ર ભચાઉમાં પાણી ભરાયા છે. ભુજ શહેર પણ જળબંબાકાર બની ગયું છે અને સમગ્ર શહેરમાં રસ્તાઓ જળમગ્ન જોવા મળ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે

ગાંધીધામમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી

તો ગાંધીધામમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગાંધી માર્કેટ, ચાવલા ચોક, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે.


  • Follow us on: