છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે સુખી ડેમના બે દરવાજા ખોલાયા છે. ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. બે દરવાજા ખોલી ભારજ નદીમાં પાણી છોડાયું છે. નદીના કાંઠાના 18 ગામોના લોકોને સાવચેત કરાયા છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે.


સુખી ડેમના બે દરવાજા ખોલાયા

છોટાઉદેપુરમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું છે. ડાયવર્ઝન ધોવાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક લોકોએ જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન ધોવાયું છે. સુખી ડેમના બે દરવાજા ખોલી ભારજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુરની ઓરસંગ નદી ફરી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં પુર આવ્યું છે. ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે. નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં ખુશી જોવા મળી છે.

 ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો 

પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પાવી જેતપુર, સિહોદ, રતનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા છે. જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. કોઝવે પરથી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


  • Follow us on: