છોટાઉદેપુરના બોડેલીમાં શોરૂમ સંચાલકોની દાદાગીરી બહાર આવી છે. ટ્રેક્ટરના શોરૂમના માણસોએ ગ્રાહકને માર્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. મારથી બચવા માટે ગ્રાહક પુલ પરથી નીચે કૂદી પડ્યો હતો જેથી તેને તત્કાળ સારવાર માટે ખસેડાયો છે. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને યુવકનું નિવેદન લઇને તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેક્ટરના ફાઈનાન્સને લઈ ગ્રાહકને માર્યાનો આક્ષેપ કરાયો છે.

સોનાલીકા ટ્રેકટરના શોરૂમના માણસોએ માર માર્યો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જ્યાં બોડેલી સ્થિત સોનાલીકા ટ્રેકટરના શોરૂમના માણસોએ સહદેવ બારીયા નામના ગ્રાહક યુવકને માર મારવાનો શરુ કર્યો હતો જેથી મારથી બચવા સહદેવ દોડ્યો હતો અને થોડે દુર આવેલા મેરિયા પુલ પરથી તે નીચે કૂદી પડ્યો હતો.
મેરિયા પુલ પરથી કૂદી ગયો
મળેલી માહિતી મુજબ બોડેલીના ઢેબરપુરાના સહદેવભાઈ સુરેશભાઈ બારીયાને ટ્રેક્ટર ના પૈસાના મુદ્દે શોરૂમના માણસોએ માર મારતા તે ગભરાઇ ગયો હતો અને પોતાને બચાવવા માટે મેરિયા પુલ પરથી કૂદી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ટ્રેક્ટરના ફાઇનાન્સ બાબતે શોરૂમના માણસો દ્વારા માર માર્યો
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલ સહદેવને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ટ્રેક્ટરના ફાઇનાન્સ બાબતે શોરૂમના માણસો દ્વારા માર માર્યાની વાત સામે આવી છે.